• 13 hours ago
વડતાલમાં આયોજિત પ્રજાપતિ સમાજના કાર્યક્રમમાં તેઓ હાજર રહ્યા. ગોરધન ઝડફિયા અનુસાર,  એક જમાનો હતો.  જ્યારે કોઈપણ જ્ઞાતિનો માણસ રાજકારણમાં આગળ જઈ શકતો. ગામમાં ફક્ત એક જ ઘર હોય તેવી જ્ઞાતિનો વ્યક્તિ પણ સરપંચ બની શકતો. પણ આજે તે શક્ય નથી.કેમ કે, ટિકિટ આપતા પહેલા જ્ઞાતિને મહત્વ આપવામાં આવે છે.

રાજકોટના વિંછિયામાં કોળી-ઠાકોર સમાજનું મહાસંમેલન મળ્યું. સમસ્ત કોળી અને ઠાકોર એક્તા મિશન ગુજરાતનું સંમેલન મળ્યું.  આ સંમેલનમાં વિંછિયામાં થયેલ પથ્થરમારાના કેસો પરત ખેંચવા, યુવાનોનું આર્થિક શોષણ બંધ કરવા, દીકરીઓ પર થતા અત્યાચાર બંધ કરવા સાથે જ સમાજને સંપૂર્ણ બંધારણીય હક આપવાની માગ કરવામાં આવી.

શું છે સમગ્ર મામલો


વીંછીયામાં પથ્થરમારાની ઘટનાની વાત કરીએ તો. વીંછિયાના થોરિયાળી ગામના ઘનશ્યામ રાજપરાએ લેન્ડ ગ્રેબિંગની અરજી કરી હતી. જેનો ખાર રાખી કુહાડી અને લાકડીના ઘા ઝીંકી હત્યા કરી હતી. જે બાદ પોલીસે 7 આરોપી સામે ગુનો નોંધ્યા બાદ 6ની ધરપકડ કરી. 6 આરોપીને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું.. આ સમયે આરોપીઓને જોવા માટે મોટી સંખ્યામાં ટોળા ઉમટ્યા.. એટલુ જ નહી.. ટોળાએ પથ્થરમાર્યો કર્યો હતો. પથ્થરમારાના મામલે પથ્થરમારો કરનારા 92થી વધુ સામે ફરિયાદ બાદ ધરપકડ કરાઈ. જે કેસ પરત ખેંચવાની માગ થઈ રહી છે.

Category

🗞
News

Recommended