• 16 hours ago
બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે નામ લીધા વિના પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા પર સાધ્યું નિશાન. હ્યું, સમાજના નામે નેતાઓ લઇ આવે છે ટિકિટ..સમાજના મતદારોના આંકડા બતાવી નેતાઓ મેળવે છે ટિકિટ..પણ જીત બાદ સમાજને કેમ ભૂલી જવામાં આવે છે તેવો કર્યો સવાલ.

ગેનીબેન ઠાકોરે સરકારમાં બેઠેલા પોતાના સમાજના આગેવાનોને પણ આડે હાથ લીધા હતા. તેમણે જણાવ્યું હતું કે, "સરકારમાં બેઠેલા આપના સમાજના આગેવાનોને પણ હું વિનંતી કરું છું કે તમે સમાજના નામે જ ટિકિટ લઈ આવો છો. તમારા ગોડફાધરો પાસે ટિકિટ માંગો છો ત્યારે સમાજના મતદારોના આંકડા આપો છો. પરંતુ ચૂંટણીમાં ચૂંટાઈ ગયા પછી તમે સમાજને કેમ ભૂલી જાવ છો?"


આમ, વીંછીયા કોળી ઠાકોર સમાજના મહાસંમેલનમાં ગેનીબેન ઠાકોરનું આ નિવેદન રાજ્યના રાજકારણમાં ગરમાવો લાવી શકે છે, કારણ કે તેમણે ગુનાખોરી, ભ્રષ્ટાચાર અને સામાજિક નેતાગીરી જેવા ગંભીર મુદ્દાઓ પર સરકારને ખુલ્લેઆમ પડકારી છે.

Category

🗞
News

Recommended