Skip to playerSkip to main contentSkip to footer
  • 2 days ago
જો કે ઠાકોર સમાજની રેલી બાદ બજારમાં ફરી ટોળાએ આતક મચાવ્યો. ધોકા અને પાઈપ સાથે કેટલાક લોકોએ બજારમાં ઉત્પાત મચાવ્યો. મોટી સંખ્યામાં આવેલા લોકોએ તોડ ફોડ મચાવી. કેટલાક લોકોના હાથમાં ઘાતક હથિયાર પણ જોવા મળ્યા. થોડા સમય માટે આખા બજારને પોતાના બાનમાં લઈ લીધુ. જો કે ઘટનાને લઈ એલસીબી એસઓજી અને પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો. 

બનાસકાંઠાના ભાભરમાં અસામાજિક તત્વોના આતંકથી જોરદાર આક્રોશ જોવા મળી રહ્યો છે. ગુંડા તત્વોના આતંક સામે ભાજપ-કોંગ્રેસના નેતાઓ એકસાથે વિરોધમાં ઉતર્યા અને રેલી યોજી.  કોંગ્રેસ સાંસદ ગેનીબેન અને વાવના BJP MLA સ્વરુપજી ઠાકોર પણ રેલીમાં જોડાયા. ઠાકોર સમાજના આગેવાનો સાથે ગેનીબેન, સ્વરુપજી ઠાકોર પોલીસ સ્ટેશને પહોંચ્યા અને અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી.

Category

🗞
News

Recommended