Skip to playerSkip to main contentSkip to footer
  • 2 days ago
Mehsana news | મહેસાણાના વડનગરમાં અંગત અદાવતમાં જૂથ અથડામણ, એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત 

મહેસાણાના વડનગરમાં અંગત અદાવતમાં જૂથ અથડામણ. અર્જૂન બારી વિસ્તારમાં અંગત અદાવતમાં એક મકાન પર કરવામાં આવ્યો હુમલો. 50થી વધુના લોકોના ટોળાએ મકાન પર હુમલો કર્યો.. એટલુ જ નહીં. એક કારમાં પણ આગચંપી કરી જ્યારે બીજી કારમાં તોડફોડ કરીને સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાવવામાં આવ્યો. ટોળાએ કરેલા હુમલામાં એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. જૂથ અથડામણની જાણ થતા જ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યારે આખરે જૂથ અથડામણની ઘટના બનવા પાછળનું કારણ શું છે તે જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Category

🗞
News

Recommended