સુરતમાં યુવકને તાલીબાની સજા. આ દ્રશ્યો મહિધરપુરા વિસ્તારના જ્યાં શોએબ બિલ્ડર, શોએબખાન પઠાણ અને જુનેદ અલી નામના ગુંડાતત્વો વિરૂદ્ધ લાગ્યો છે આરોપ એક યુવકને તાલીબાની સજા આપવાનો. 3 એપ્રિલે પીડિત યુવક મહારાષ્ટ્ર જવા માટે ટ્રેનમાં બેઠો હતો ત્યારે જ શોએબ બિલ્ડર નામના આરોપીએ યુવકને ટ્રેનમાંથી ઉતારીને રેલવે સ્ટેશન બહાર લઈ ગયો. જ્યાંથી બળજબરીથી રિક્ષામાં બેસાડીને ગોલવાડ ડી.કે.એમ.હોસ્પિટલ પાછળ લઈ જઈને ઢોર માર માર્યો.. યુવક સાથે ઝપાઝપી કર્યા બાદ જાનથી મારી નાંખવાની ધમકી આપીને આરોપીઓએ લાકડાના ફટકા, તેમજ ટાઈલ્સથી વાર કરીને ઢોર માર માર્યો. જો કે બાદમાં ઢોર મારનો વીડિયો સોશલ મીડિયામાં વાયરલ થતા યુવકે ત્રણેય ગુંડાતત્વો વિરૂદ્ધ મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. ફરિયાદના આધારે મહિધરપુરા પોલીસે શોએબ પઠાણ નામના આરોપીની ધરપકડ કરી. જ્યારે ફરાર બંન્ને આરોપીને પકડવા વધુ તપાસ હાથ ધરી.
Category
🗞
News