Skip to playerSkip to main contentSkip to footer
  • 5 days ago
ઈન્દિરા સર્કલ નજીક ટ્રાફિક સિગ્લન ખુલતાની સાથે જ પાછળથી માતેલા સાંઢની સિટી બસ દોડાવીને ચાલકે એક સાથે બે રીક્ષા અને પાંચથી છ જેટલા ટુ-વ્હિલરને કચડી નાંખ્યા. નિર્દોષ નાગરિકોના શરીર પર બસનું ટાયર ફરી વળતા ચાર લોકોના મોત નિપજ્યા. જ્યારે ત્રણથી ચાર લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા. સિટી બસ ચાલકના બેફામ ડ્રાઈવિંગને લીધે રાજુભાઈ ગીડા, સંગીતાબેન નેપાળી, કિરણબેન કક્કડ અને ચિન્મય ભટ્ટ નામના નિર્દોષ નાગરિકોના મોત નિપજ્યા. જ્યારે સુરજ રાવલ, વિશાલ મકવાણા,, વિરાજબા ખાચર અને શિશુપાલસિંહ રાણા ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.  અકસ્માત બાદ સિટી બસના ચાલક શિશુપાલસિંહ રાણાની પોલીસે પકડી પાડ્યો છે.. એટલુ જ નહીં, ડ્રાઈવર શિશુપાલસિંહ રાણાનું લાયસન્સ 17 ફેબ્રુઆરી 2025ના રોજ જ એક્સપાયર થઈ ગયુ હતુ..લાયસન્સ એક્સપાયર થયુ હોવા છતા શિશુપાલસિંહ રાણા યમરાજ બનીને સિટી બસ ચલાવી રહ્યો હતો.. જનાક્રોશનો ભોગ બનેલા સિટી બસ ચાલક શિશુપાલસિંહ રાણાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તો રાજકોટ મહાનગરપાલિકાએ મૃતકોના પરિવારજનોને 15 લાખ અને ઈજાગ્રસ્તોને બે બે લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. બીજી તરફ સિટી બસ ડ્રાઈવર શિશુપાલસિંહ રાણાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.. એટલુ જ નહીં.. સિટી બસ સેવાના ઓપરેશનમાં જોડાયેલ વિસ્મય એજન્સીને પણ તપાસ બાદ ટર્મિનેટ કરવામાં આવશે. મહાનગરપાલિકા કમિશનરે પદાધિકારીઓ સાથે બેઠક કરી. જેમાં સિટી બસના ડ્રાઈવરો અને એજન્સી વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવાનો નિર્ણય કરાયો. બસની બ્રેક  ફેઈલ થઈ હોય કે પછી કોઈ અન્ય કારણ, અકસ્માતની તલસ્પર્શી વિગતો મેળવાશે.. દિલ્લીની પીએમઆઈ એજન્સીનો પણ ખુલાસો લેવામાં આવશે. મહાનગરપાલિકા રિપોર્ટ તૈયાર કરીને સરકાર અને પોલીસ વિભાગને મોકલશે. મૃતક કિરણબેન કક્કડના પરિવારે ચક્ષુદાન કર્યુ..

Category

🗞
News

Recommended