Skip to playerSkip to main contentSkip to footer
  • 4/3/2025
આરોગ્ય વિભાગની ઘોર બેદરકારીનો ખેડાના ઠાસરામાં પર્દાફાશ થયો છે. સીસીટીવીના આ દ્રશ્યો છે ઠાસરાની મગન ભુલાના મુવાડા પ્રાથમિક શાળાના. સીસીટીવીમાં દેખાઈ રહેલા લોકો પૈકી એક શાળાના શિક્ષિકા અને શિક્ષક છે તો અન્ય આરોગ્ય વિભાગના એ ડૉક્ટર છે જેમને શાળામાં મેડિકલ ચેકઅપ માટે આવવાનું હોય છે...બંને વચ્ચે થઈ રહી છે બબાલ. આરોપ છે કે, જ્યારે શાળામાં વિદ્યાર્થીઓનું મેડિકલ ચેકઅપ થયું જ નથી તેવી ફરિયાદ શિક્ષિકા એ કરી તો આરોગ્ય વિભાગના ડૉ. વસીમ અને તેમની ટીમ ત્યાં પહોંચી અને તેમને ધમકાવવા લાગ્યા. ડૉક્ટર સાહેબને એવો ગુસ્સો આવ્યો કે, શિક્ષિકાઓને તતડાવી નાખ્યા. આવો સાંભળી લઈએ ડૉક્ટરે કેવું ગેરવર્તન કર્યું શાળાના શિક્ષિકા અને આચાર્ય પાસેથી.

Category

🗞
News

Recommended